શરમ કરો...શરમ કરો...શરમ ભરો...!!
શરમ કરો...શરમ કરો...શરમ ભરો...
ખુદાના ખૌફ થી જરા ડરો !
સસ્તી પ્રસિધ્ધિ મેળવવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો સરળ ઉપાય એટલે કોઈ નેકસિરત, ઈજ્જતદાર અને બેહદ લોકચાહના ધરાવનાર પરગજુ અને સેવાભાવી વ્યક્તિ ઉપર મનઘડત આક્ષેપોનો મારો ચલાવવો, બિનપાયેદાર તોહમતો અને બોહતાનો લગાવવા, બેવજુદ અને હસદથી તરબતર કહાનીઓ અને વાયકાઓ ફેલાવતા રહેવું....
આ તમામ નાપાક ખસ્લતો અને હરકતો દ્ધારા મોટી મહત્વાકાંક્ષા તથા સત્તાલાલસા ધરાવતા જુજ લોકો પોતાને આગેવાન, કોમહિતેચ્છુ અને ફકત પોતે જ દુધે ધોયેલા, પાક,પ્રમાણિક અને પવિત્ર હોય એવું સ્થાપિત કરવા ધમપછાડા કરતા રહે છે !
આવા નૃશંસ અને નપાવટ તત્વો આજના સમયમાં સરળતાથી નાના બાળક પાસે પણ ઉપલબ્ધ એવા મોબાઈલો દ્ધારા સોશિયલ મિડિયાના માધ્યમથી અદમ્ય ઉત્સાહ અને એખલાસ સાથે કામ કરનાર આગેવાનની છબી અને પ્રતિભા ખરડી, એમના વિરૂધ્ધ દુષ્પ્રચારનું કિચડ ઉછાળી સામાજિક પ્રગતિને અવરોધવાનો અને નુકસાન પહોંચાડવાનો હિન પ્રયાસ કરે છે. મહદઅંશે તેઓ એમાં સફળ પણ રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે..,
સમાજનું નુકસાન ખરાબ માણસોની ખોટાઈને લીધે નહીં પણ સારા માણસોના ચુપ રહેવાના લીધે થતું હોય છે !
આજકાલ મેમણ કોમની મહાન અને ઐતિહાસીક તથા મેમણ સમાજના કચડાયેલા અને છેડે-છેવાડે વસવાટ કરતા ગરીબ,મધ્યમવર્ગીય જરૂરતમંદો માટે બેલી અને ઉદ્ધારક બની કામ કરી રહેલ સમાજની જીવાદોરી સમાન સંસ્થા ઑલ ઈન્ડિયા મેમન જમાત ફેડરેશન અને એના બેહદ લોકપ્રિય તેમજ સમસ્ત મેમણ સમાજના કુટુંબવડા જેવા સમાજસેવા અને વિકાસ માટે ઢળતી ઉંમરે પણ 24×7 તરૂણો જેવા તરવરાટ સાથે કામ કરનાર માનવંત પ્રેસિડેન્ટ જનાબ ઈકબાલ મેમન ઑફિસર સાથે પણ સમાજના જ અમૂક હિતશત્રુઓ અને સત્તાલાલસુઓ દ્ધારા આવો જ દુરવ્યવહાર થઈ રહ્યો છે.
સમસ્ત મેમણ સમાજની 500 ઉપરાંત જમાતોના તમામ હોદ્દેદારો અને સભ્યો જો દિલ ઉપર હાથ રાખીને, પ્રમાણિકપણે અને ઈન્સાફની નજરે વિચારે તો ગત વર્ષોમાં જનાબ ઑફિસર સાહેબની આગેવાનીમાં AIMJF એ પોતાની વિવિધ લોકઉપયોગી સ્કીમો દ્ધારા સમાજસેવા અને ઉદ્ધાર માટે ભુતકાળના તમામ રેકોર્ડને પાછળ મુકી જે મસમોટી રકમો ફાળવી સિમાચિહ્નરૂપ કામગીરી કરી બતાવી છે તેનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી.
પાક પરવરદિગાર સાક્ષી છે કે ફેડરેશનને સમાજની જરૂરતો, સમાજના ઉત્થાન, સમાજના ગૌરવ અને સમાજની સમસ્યાઓને ધ્યાને રાખી તમામ ક્ષેત્રે આગળ આવી, આગળ રહી, આગેવાની લઈ હરહંમેશ પોતાનો અગ્રીમ ફાળો પ્રદાન કર્યો છે જેમાં કોઈ બે-મત ન હોઈ શકે.
મકાનવિહોણા, હોસ્પિટલોમાં ઓપરેશન ખર્ચના અભાવે ટળવળતા, મુડીના અભાવે પોતિકા ધંધા કારોબાર માટે તરસતા જરૂરતમંદો, જમાતખાના, પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતી કે સહાયની અપેક્ષા રાખતી જમાતો, પુર તથા આફતગ્રસ્ત સ્થિતિમાં અટવાયેલ સમાજબાંધવો, આર્થિક સહાય ઈચ્છતિ સમાજની બેવાઓ, હુન્નર ઉદ્યોગ શીખી સ્વાલંબી બનવા માંગતા કામની બેકારીને લીધે બેરોજગાર લોકો, રમત-ગમત ક્ષેત્રે પ્રતિભા દાખવવા માંગતા યુવાઓ વગેરે...વગેરે... તમામ માટે જનાબ ઈકબાલ મેમન ઑફિસર સાહેબે તન-મન-ધનની કુરબાની સાથે પોતાની સમસ્ત જીંદગાનીને વકફ કરી જાત નિચોવી, દિન-રાત એક કરી પસીનો વહાવી કાર્ય કર્યું છે, જેના આ લખનાર સહીત એમની સાથે કામ કરનાર દરેક જણ સાક્ષી છે.
જનાબ ઑફિસર સાહેબે એમના AIMJF પ્રેસિડેન્ટ તરીકેના કાર્યકાળમાં અદભુત ટીમવર્કનું ઉદાહરણ પુરૂ પાડી સખીદાતાઓ ના સહયોગ સાથે ફેડરેશનને જે ટોચ પર પહોંચાડયું છે તે સામાન્ય માણસની કલ્પનાથી પણ પરે છે અને સમાજના જાગૃત,સંજીદા અને જીવંત ઝમીરવાળા નેક લોકો ભવિષ્યનાં મેમણ ઈતિહાસમાં એનું સુવર્ણ અક્ષરે આલેખન કરશે.
જનાબ ઑફિસર સાહેબની આગેવાનીમાં AIMJFએ વર્તમાન કોવિડ-19 ની મહામારીમાં જે નોબેલવર્ક કરી બતાવ્યું છે તેનો સમસ્ત જગતમાં જોટો જડે એમ નથી.કોમના લોકોની લોકડાઉનની મજબુરીઓ, કવૉરંટીનની લાચારીઓ, કોરોનામાં સપડાયેલ દર્દીઓનો ઑક્સિજનનાં અભાવે જીવન-મૃત્યુ વચ્ચેનો જંગ આ તમામ વિકટ સંજોગોમાં લોકો જયારે મોંઢા સંતાડતા હતા, પોતાના દામન બચાવતા હતા એવા કયામત સમા માહોલમાં પણ પોતાની ઉમરની દરકાર રાખ્યા વગર અને આ જીવલેણ બીમારીના ખતરાને અવગણી જનાબ ઈકબાલ મેમન ઑફિસર જી...હાં...! ખુદ જનાબ ઑફિસર સાહેબ સહીત દેશભરના AIMJF હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દર્દમંદોની પડખે ઉભા રહેવા મેદાને મોજુદ હતા !
એમ કાંઈ લોકપ્રિયતા અને મહેબૂબિયત મફતમાં હાંસલ નથી થતી. બદબોઈ અને ગીબત કરનારાઓને શરમ આવવી જોઈએ અને ખુદાનો ખોફ રાખી જરાક બે આંખોની શરમ ભરવી જોઈએ.
સમાજના એવા તમામ મધ્યમવર્ગીય અને ગરીબ લોકો જે મદદ લેનાર છે તે બીજાને મદદ કરતા થઈ જાય "લેનાર માંથી દેનાર બની જાય એવા નેક અને બેહદ પ્રશંસનિય વાદા,ઈરાદા અને ભાવના સાથે ખુદાથી તવિલ ઉમ્મીદો રાખી નતમસ્તકે કોઈપણ પ્રકારના ભેદભાવ ,પૂર્વગ્રહ કે બદગુમાની વગર ખાલીસ મેમણકોમ પ્રત્યેની હમદર્દી અને ઉત્કટ પ્રેમ સાથે કાર્ય કરનાર સમાજના મસીહા સમાન મુરબ્બી, વડીલ અને વયોવૃદ્ધ જનાબ ઑફિસર સાહેબના ખીલાફ કોઈ પણ પ્રકારની બદબોઈ કે એમની બેહુરમતી સાંખી લેવાય એમ નથી. કામ સરસ થઈ રહ્યું છે, સરળતાથી થઈ રહ્યું છે અને સૌ જરૂરતમંદોનું થઈ રહ્યું છે ! લાગે છે વિરોધીઓ, વાંક દેખાઓ અને વિઘ્નસંતોષિઓને એ જ હજમ થતું નથી જેના કારણે એમને પેટમાં દુ:ખી રહ્યું છે અને, એજ સવાલ પીડી રહ્યો છે આ બધું કેમ? કેવી રીતે? કયાંથી થઈ રહ્યું છે !? અલ્લાહ નેક હીદાયત આપે આમીન.
જયારે સમાજની કોઈ અહમ મિટિંગ હોય, અધિવેશન હોય કે ચૂંટણી જેવો માહોલ સર્જાય એવા સમયે જ ન જાણે કયાંથી ચોમાસાના બિલાડીના ટોપ અને દેડકા,કાચબા અને તમરાઓની જેણ અમૂક લોકો AIMJF અને એના માનવંત પ્રેસિડેન્ટ વિરૂદ્ધ માથુ ઉંચકવાનું અને શોર-બકોર-કોલાહલ ઉભો કરવાનું શરૂં કરી દે છે !
બીજું કાંઈ નથી દોસ્તો ! આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે આ માત્રને માત્ર સત્તા લાલસા, લાભ ન મળતા અદેખાઈ અને સત્તા છીનવાઈ ગયા પછીના નર્યા ધમપછાડા છે ! આવા તત્વોના હાથા બનવા કે એમની વાતોમાં આવવાને બદલે કોમના સમજદાર તબકાએ જનાબ ઑફિસર સાહેબના પડખે ઉભા રહી એમની વહારે આવી આવા વિરોધીઓને યોગ્ય નસીહત મળે એવા પ્રયાસ કરવા જોઈએ.
આપણે સૌ સુપેરે જાણીએ છીએ કે જનાબ ઑફિસર સાહેબે પોતાના પહેલા AIMJF પ્રેસિડેન્ટ તરીકેના કાર્યકાળ પછી નિવૃત્તિની ઈચ્છા જાહેર કરી હતી પરંતુ, સમાજ શ્રેષ્ઠીઓ અને કોમના હિરાપારખુ જેવા અગ્રીમ હરોળના આગેવાનોએ વિનંતી કરી ઑફિસર સાહેબને આ હોદ્દા ઉપર બરકરાર રહેવા ફેરવિચારણા કરવા પ્રેરીત કર્યા હતા.એ નિર્ણયથી સમાજને વધુ લાભ મળ્યો અને મોભીઓની પસંદગીને યથાર્થ ઠેરવતા પહેલા કાર્યકાળ કરતા પણ બીજી ટર્મમાં જનાબ ઈકબાલભાએ માતબર સફળતા મેળવી ફેડરેશનની યશકલગીને વધુ ચમકદાર બનાવી.
એક'દી મરીને કબરમાં તમામને જવાનું છે. બદન તમામનું રાખ થવાનું છે તો પછી ઘમંડ, ગુમાન અને જબરાઈનું જોર શા માટે ? અને એ પણ સમાજના વયોવૃદ્ધ છતાં બાળક જેવું માસુમ અને નિર્દોષ દિલ ધરાવનાર, સમાજવાતસલ્યના દરીયા સમાન જનાબ ઑફિસર સાહેબ જેવા વડીલ સામે..?
દુનિયામાં પણ "બુરે કામ કા બુરા નતીજા" અને "જૈસી કરની વૈસી ભરની" નો આવું કરનારાઓને અનુભવ થતો જોઈ શકાય છે, અને હસરના મેદાનમાં દરેક વાતનો હિસાબ કિતાબ થશે....યાદ રાખજો અત્યારે તો દુનિયાને ઉંધા ચશ્મે દેખાડવાની જુર્રત કરી રહ્યા છો પણ એ દિવસે પુરી દુનિયા આગળ ઉઘાડા થવાની નોબત આવશે !
અને હું ગેરંટી સાથે લખું છું કે એવા સમયે પણ ઈકબાલભા આપને માફ કરી, ગળે લગાવી ને હસરની શરમિંદગીથી બચાવી લેશે !
✍️લિ. એક દુ:ખી મેમણબંધુ
Comments
Post a Comment